અતીક અહેમદ મર્ડર કેસ દેખાય છે તેટલો સીધો નથી, તપાસ જેમ આગળ વધી રહી છે તેમ-તેમ થઈ રહ્યા છે નવા ખુલાસા
એક સમયે યુપીમાં જેના નામથી લોકો થરથર કાંપતા હતા તેવો ગેંગસ્ટર કમ પોલિટિશિયન અતીક અહેમદ હવે ભૂતકાળ બની ચૂક્યો છે. શનિવારે રાત્રે પ્રયાગરાજમાં હોસ્પિટલની બહાર જ અતીક અને તેના ભાઈ પર ત્રણ શખસોએ અંધાધૂંધ ગોળીબાર કરી તેમને ત્યાં જ ઢાળી દીધા હતા. અતીક અને તેના ભાઈનો ખેલ ખતમ કરી દેનારા ત્રણ શૂટર્સે પોતે ફેમસ બનવા માગતા હોવાથી તેમણે આ કૃત્યને અંજામ આપ્યો તેવા દાવા કરી રહ્યા છે, પરંતુ આ સમગ્ર મામલા પાછળ કંઈક અલગ જ ખેલ હોવાની વાતો બહાર આવી રહી છે. અતીક અને તેના ભાઈ અશરફની હત્યા કરનારા ત્રણ શૂટર્સને 10-10 લાખ રૂપિયાની સોપારી અપાઈ હોવાનું આ કેસની તપાસ સાથે સંકળાયેલા સૂત્રો જણાવી રહ્યા છે.news videosTimesXP GujaratiUpdated: 25 Apr 2023, 10:59 am