જ્હાન્વી કંડુલાના મોતની મજાક ઉડાવનારા પોલીસકર્મીએ સ્પષ્ટતા કરતાં પત્રમાં શું લખ્યું?
જ્હાન્વી કંડુલા વોશિંગ્ટનની નોર્થ ઈર્સ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી. 23 જાન્યુઆરી 2023ની રાત્રે તે રોડ ક્રોસ કરી રહી હતી એ વખતે કેવિન ડેવ નામના પોલીસકર્મીની કારની અડફેટે આવી હતી. કેવિન ડેવની કાર 119 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી. કેવિન ડેવ ડ્રગ્સના ઓવરડોઝના કેસની તપાસ કરીને પાછા ફરી રહ્યા હતા એ વખતે અકસ્માત થયો હતો. સોમવારે સિએટલ પોલીસ ડિપાર્ટમેન્ટે બોડીકેમ ફૂટેજ રિલીઝ કર્યું હતું, જેમાં ઓફિસર ડેનિયલ ઓડરર જીવલેણ અકસ્માતની મજાક ઉડાવતા દેખાય છે. ઉપરાંત આ આખી ઘટનામાં કેવિન ડેવનો વાંક ના હોવાની વાત કરે છે. આ મામલે ક્રિમિનલ તપાસની પણ જરૂર ના હોવાની વાત કરતાં સંભળાય છે.
Authored byCurated byશિવાની જોષી|TimesXP Gujarati|16 Sept 2023