કેનેડા પહોંચ્યા બાદ સ્ટૂડન્ટને ભાન થાય છે કે અહીં આવીને મોટી ભૂલ કરી નાખી!
થોડા દિવસો પહેલા કેનેડાના કિચનેર સિટીમાં પાર્ટ ટાઈમ જોબ્સ માટે એક ફેર યોજાયો હતો. ટોરેન્ટોથી લગભગ 100 કિલોમીટર દૂર આવેલા આ સિટીમાં યોજાયેલા જોબ ફેરનો વિડીયો ખાસ્સો વાયરલ પણ થયો હતો, જેમાં હજારો લોકો નોકરી માટે લાઈનમાં લાગ્યા હતા. આ લાઈન તમારી નજર ના પહોંચે તેટલી લાંબી હતી, અને કહેવાની જરૂર નથી કે લાઈનમાં ઉભા રહેલા મોટાભાગના લોકો ભારતીય સ્ટૂડન્ટ્સ હતા. આ વિડીયોને ઈન્ટરનેટ પર અત્યારસુધી લાખો લોકો જોઈ ચૂક્યા છે. મોટા-મોટા સપનાં લઈ કેનેડા ગયેલા ભારતીય સ્ટૂડન્ટ્સ પાર્ટ ટાઈમ નોકરી માટે પણ કેવા વલખા મારી રહ્યા છે તેનો કદાચ આનાથી મોટો બીજો કોઈ પૂરાવો ના હોઈ શકે. એક તરફ, ભારતમાં યોજાતા એજ્યુકેશન ફેરમાં ભાગ લેતી કેનેડાની કોલેજો અને તેમના માટે કામ કરતા એજન્ટો લોકોને મોટાં-મોટાં સપનાં બતાવે છે, પરંતુ કેનેડા પહોંચતા જ મોટાભાગના ભારતીય સ્ટૂડન્ટ્સને ત્યાંની હકીકત સમજાઈ જાય છે. જોકે, લાખો રૂપયિાનો ખર્ચો કરી કેનેડા પહોંચી ગયેલા સ્ટૂડન્ટ્સને હકીકત સમજાય ત્સાં સુધીમાં તો ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે.news videosTimesXP GujaratiUpdated: 25 May 2023, 7:03 pm