Ep 3: વિકીના પાર્ટનરની પત્ની હવે તેની ક્લોઝ આવવા લાગી હતી
1034 views
news videos ના વિડીયોને સબસ્ક્રાઈબ કરો2020ની શરૂઆત થઈ ચૂકી હતી, વિકીલને યુકે આવ્યે લગભગ એક વર્ષ પણ પૂરૂં થવામાં આવ્યું હતું. આ જ ગાળામાં દુનિયામાં કોરોનાની ચર્ચા શરૂ થઈ ચૂકી હતી, પરંતુ યુકેમાં તેનો કોઈ કેસ હજુ સુધી સામે નહોતો આવ્યો, અને બધું એઝ યુઝ્યુઅલ જ ચાલી રહ્યું હતું. વિકી જે રેસ્ટોરામાં જે પાર્ટનર હતો તેનો બિઝનેસ તો વધી રહ્યો હતો, પરંતુ તેના હાથમાં એવી કોઈ ખાસ રકમ નહોતી આવતી. તે સવારે સાત વાગ્યે રેસ્ટોરાં શરૂ કરી દેતો, અને રાત્રે 11 વાગ્યા સુધી ત્યાં જ રહેતો હતો. વિકી યુકેમાં ડિપેન્ડન્ટ વિઝા પર આવ્યો હતો, જેને પૂરા થવામાં હવે લગભગ નવેક મહિનાની વાર હતી. તેની વાઈફને જ્યારે યુકેના સ્ટૂડન્ટ વિઝા મળ્યા હતા તે વખતે PSW મતલબ કે પોસ્ટ સ્ટડી વર્ક વિઝા નહોતા અપાતા, મતલબ કે જો સ્ટૂડન્ટ વિઝા એક્સટેન્ડ ના થાય તો ભણવાનું પૂરૂં થતાં જ ઘરભેગા થવાનું હતું. વિકીની ગણતરી કંઈક એવી હતી કે જો કદાચ ઈન્ડિયા રિટર્ન થવાનો વારો આવે તો પણ તે વિઝા પૂરા થતાં પહેલા યુકેમાં મહેનત કરીને સારી એવી બચત કરી લે, આ જ કારણસર તે રેસ્ટોરાંનો બિઝનેસ વધારવા જોરદાર કામ કરતો હતો. જોકે, તેના પાર્ટનરનું વર્તન તો જરાય નહોતું બદલાયું.. તેની વાઈફ કે જેનું નામ સલોની હતું, તે જ હવે વિકી સાથે ડીલ કરતી હતી. જોકે, પાર્ટનર પોતે અઠવાડિયામાં એકાદ દિવસ આંટો મારતો, અને ત્યારે પણ તે 100-200 પાઉન્ડનો સામાન રેસ્ટોરામાંથી મફતમાં ઉઠાવી જતો હતો. વિકીને તેની હરકતો જરાય પસંદ નહોતી, પરંતુ સલોનીને કારણે તે ચૂપ હતો.