કેનેડામાં લવમેરેજ અને બબાલ મહેસાણામાં
1096 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોમહેસાણામાં આવેલા વિજાપુરના બિલિયામાં રહેતા પંકજભાઈ ડાહ્યાભાઈ પટેલનો પુત્ર પ્રિન્સ કેનેડામાં રહે છે. ત્રણ મહિના પહેલા અભ્યાસ અર્થે તે કેનેડા ગયો હતો અને તેણે કેનેડામાં જ એક પટેલ યુવતી સાથે લગ્ન કર્યા હતા. આ યુવતી તેના બાજુના ગવાડા ગામમાં જ રહેતી હતી. જો કે, યુવતીના પરિવારજનોને આ લગ્ન મંજૂર ન હતા. જેથી આ અંગેની અદાવત રાખીને યુવતીના પરિવારજનો અગાઉ પ્રિન્સના ઘરે પહોંચ્યા હતા અને પ્રિન્સના માતા-પિતાને ધાકધમકી પણ આપી હતી. આ અંગે પ્રિન્સના પિતાએ પોલીસ સ્ટેશમાં જાણવા જોગ ફરિયાદ પણ નોંધાવી હતી. આ વાતને હજુ થોડો સમય જ વીત્યો છે ત્યારે ફરી વખત યુવતીના પરિવારજનો પ્રિન્સના ઘરે ટોળામાં પહોંચ્યા હતા અને લાકડી, ધોકા, લોખંડની પાઈપ સહિત જેવા હથિયારો લઈને ઘરની બહાર બુમાબુમ કરવા લાગ્યા હતા.