ન્યૂયોર્ક બાદ હવે શિકાગો અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સ સામે કયા પગલા લેવા જઈ રહ્યું છે?
અમેરિકાના એક પછી એક રાજ્યો અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સ સામે સખ્તી વધારી રહ્યા છે ત્યારે હવે શિકાગોએ પણ શેલ્ટર્સમાં રહેતા માઈગ્રન્ટ્સને કાઢવાનું શરૂ કર્યું છે. શહેરના સંસાધનો પર માઈગ્રન્ટ્સને કારણે સર્જાઈ રહેલા દબાણને હળવું કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના હેઠળ રવિવારથી જ માઈગ્રન્ટ્સથી ભરાઈ ગયેલા શેલ્ટર્સને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. શિકાગોામાં હાલ 11 હજાર જેટલા માઈગ્રન્ટ્સ 23 હોમલેસ શેલ્ટર્સમાં રોકાયેલા છે, જેમાંથી 34 લોકોને રવિવારે બહાર મોકલી દેવાયા હતા. એપ્રિલના અંત સુધીમાં લગભગ 2000 માઈગ્રન્ટ્સને શેલ્ટર હોમ છોડવા માટે કહી દેવામાં આવે તેવી શક્યતા છે. શિકાગોના ઈમરજન્સી મેનેજમેન્ટ સાથે સંકળાયેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર દરેક માઈગ્રન્ટની સ્થિતિની પૂરતી જાણકારી મેળવ્યા બાદ તેને શેલ્ટરમાં રહેવા દેવાની પરવાનગી આપવી કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે. પ્રેગનેન્ટ મહિલાઓ ઉપરાંત બીમાર અને ઘર મેળવવાની તૈયારીમાં હોય તેમજ જેમની સાથે બાળકો હોય તેવા માઈગ્રન્ટ્સને 30 દિવસ સુધી એક્સટેન્શન આપવામાં આવશે.news videosTimesXP GujaratiUpdated: 18 Mar 2024, 7:04 pm