કોલેજમાં ભણતી ૨૦ વર્ષની યુવતીને ૧૦ બોયફ્રેન્ડ, મા-બાપ પણ દીકરીથી ત્રાસી ગયા
1215 views
news videos ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોસોશિયલ મીડિયા અને ઈન્ટરનેટથી દુનિયા ખરેખર લોકોની મુઠ્ઠીમાં આવી ગઈ છે, પરંતુ તેના જ કારણે હવે એવી-એવી ઘટના પણ બની રહી છે કે જેની એક સમયે કોઈ કલ્પના પણ કરી શકે તેમ નહોતું. આવા જ એક મામલામાં અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતાં શ્રીમંત પરિવારની ૨૦ વર્ષની સ્વરૂપવાન દીકરી અવળા રસ્તે ચઢી જતાં તેના પરિવારજનોની હાલત ખરાબ થઈ ગઈ હતી. આ યુવતી આમ તો કોલેજમાં ભણતી હતી, પરંતુ તેને સોશિયલ મીડિયાનું એ હદે વળગણ થઈ ગયું હતું કે જાણે તે પોતાના પરિવાર કે બીજા લોકોને કંઈ ગણતી જ નહોતી અને આખો દિવસ બસ ફોનમાંજ લાગેલી રહેતી. જોકે, આખો દિવસ ફોન પર ચોંટેલી રહેતી પોતાની દીકરીને દસ જેટલા યુવકો સાથે અફેર ચાલી રહ્યું છે તે વાતની જાણ થતાં જ આ યુવતીના માતાપિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. શરૂઆતમાં તેમણે પોતાની દીકરીને સમજાવવા માટે ખૂબ જ પ્રયાસ કર્યા હતા, પરંતુ ૨૦ વર્ષની આ યુવતી પરિવારજનોની કોઈ વાત સાંભળવા માટે તૈયાર જ નહોતી. પોતાને જો કોઈ કંઈ કહે તો આ યુવતી ઉલ્ટાની તેની સાથે જ ઝઘડો કરવા લાગતી હતી, અને તેના આ સ્વભાવને કારણે ઘરમાં રોજેરોજ કંકાસ થવા લાગ્યો હતો.