ફ્લાઈટના ટોઈલેટમાં એક મુસાફરે એવી હરકત કરી કે લોકોના જીવ અદ્ધર થઈ ગયાં
પહેલીવાર પ્લેનમાં મુસાફરી કરનારા એક વ્યક્તિને લેન્ડ થતાં જ સીધા જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. અમદાવાદથી ઉપડેલી અકાસા એરની ફ્લાઈટમાં આ વ્યક્તિ બેંગલોર જઈ રહ્યા હતા, પ્લેન હવામાં હતું ત્યારે તેમણે બીડી સળગાવતા ફ્લાઈટમાં અફરાતફરી મચી ગઈ હતી, અને તાત્કાલિક તેમને બીડી પીતા અટકાવવામાં આવ્યા હતા. પ્લેનમાં બીડી ફુંકનારા આ વ્યક્તિનું નામ પ્રવીણ કુમાર હોવાનું બહાર આવ્યું છે, જે રાજસ્થાનના પાલી જિલ્લાના રહેવાસી છે. પ્લેનમાં તેમણે અન્ય મુસાફરોને જીવનું જોખમ ઉભું થાય તેવી હરકત કરી હોવાના કારણે તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, અને તેઓ બેંગલોર લેન્ડ થયા તે સાથે જ તેમને અરેસ્ટ કરી જેલભેગા કરી દેવાયા હતા.news videosTimesXP GujaratiUpdated: 17 May 2023, 6:21 pm