આણંદમાં પૂરથી બચવા માટે લોકો ઝાડ પર ચડ્યા, NDRF પાસે માંગી મદદ
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ઘણી જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ ઉપરાંત ઘણી જગ્યાએ પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે. વરસાદ અને નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવાના કારણે પાંચ જિલ્લાના નીચાણવાળા વિસ્તારો ડૂબી ગયા છે. આણંદની ગજના નદી પણ ઓવરફ્લો થઈ થઈ છે. જેમાં આણંદમાં પૂરમાં ફસાયેલા લોકો પોતાનો જીવ બચાવવા ઝાડ પર ચડી ગયા હતા. આ લોકો ખેતરોમાં કામ કરી રહ્યા હતા ત્યારે પૂરમાં ફસાઈ ગયા હતા. પાણીમાં ફસાયેલા આ લોકોએ વીડિયો મોકલીને NDRF પાસે મદદ માંગી છે.
Curated by Chintan Rami|TimesXP Gujarati|18 Sept 2023