ઈન્ડિગોની ફ્લાઈટમાં સીટ પર કુશન નહોતું, મુસાફરે ફરિયાદ કરતાં ક્રૂ મેમ્બર્સ દોડતાં થયા
ફ્લાઈટમાં મુસાફરી કરતી વખતે મુસાફરોનો સામાન ખોવાઈ જવો સામાન્ય બાબત બની ગઈ છે. પરંતુ નાગપુરના રહેવાસી સાગરિકા પટનાઈકને ફ્લાઈટમાં જે દ્રશ્ય જોવા મળ્યું તે ચોંકાવનારું હતું. સાગરિકા પટનાઈક રવિવારે વહેલી સવારે ઈન્ડિગોની ફ્લાઈટમાં પૂણેથી નાગપુર જવા નીકળ્યા હતા. કામ માટે નીકળેલા સાગરિકા ઈન્ડિગોની ફ્લાઈટ 6E-6798માં મુસાફરી કરી રહ્યા હતા. તેમના પતિ સુબ્રત પટનાઈકે અમારા સાથી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, સાગરિકાને બારી પાસેની સીટ નંબર 10A ફાળવવામાં આવી હતી.