ફ્લાઈટ કરતાં પણ ઓછા ખર્ચે શિપમાં બેસીને જઈ શકો છો UAE, ક્યારથી શરૂ થશે સેવા?
લેટેસ્ટ અહેવાલ પ્રમાણે થોડા જ મહિનાઓમાં ભારત અને યુએઈ વચ્ચે શિપથી મુસાફરી કરી શકાશે. તેનું ભાડું 442થી 665 દિરહામ રહેવાની શક્યતા છે. રૂપિયામાં જોવામાં આવે તો આ ભાડું 12,000 રૂપિયાથી 15,000 રૂપિયા વચ્ચે રહેશે. પ્રવાસીઓને શિપમાં મુસાફરી કરવી ઘણી સગવડદાયક રહેશે તેમ માનવામાં આવે છે. આ શિપ એટલા મોટા હશે કે તેમાં એક સાથે 1250 પેસેન્જર સમાઈ શકશે. દરેક પ્રવાસીને લગભગ 200 કિલો લગેજ લઈ જવાની છુટ અપાશે.