USમાં અભ્યાસની સાથે પેટ્રોલ પંપ પર જોબ કરતા તેજસ્વી ભારતીય સ્ટૂડન્ટની હત્યા
અમેરિકામાં એક ભારતીય સ્ટૂડન્ટની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. 24 વર્ષના આ સ્ટૂડન્ટની ઓળખ સાયેશ વીરા તરીકે કરવામાં આવી છે જે મૂળ આંધ્રપ્રદેશનો હતો. સાયેશ માસ્ટર્સ ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યો હતો અને થોડા દિવસોમાં જ તેનું ભણવાનું પૂરૂં થવાનું હતું. સ્થાનિક મીડિયાના રિપોર્ટ અનુસાર, ઓહાયો સ્ટેટના કોલંબસમાં ગુરૂવારે આ આશાસ્પદ યુવકની હત્યા કરવામાં આવી હતી. સાયેશ ભણવાની સાથે એક પેટ્રોલપંપ પર નોકરી કરતો હતો, મોડી રાત્રે તે ડ્યૂટી પર હતો ત્યારે લૂંટના ઈરાદે ઘૂસી આવેલા એક શખસે તેના પર ફાયરિંગ કર્યું હતું. સાયેશ પર હુમલો થયો હોવાનો ફોન કોલ પોલીસને રાત્રે 12 વાગ્યેને 50 મિનિટે મળ્યો હતો.news videosTimesXP GujaratiUpdated: 22 Apr 2023, 11:07 am