અમદાવાદ: વર્લ્ડકપની ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે રમાઈ રહેલી ફાઈનલ મેચને લઈને અમદાવાદમાં જબરજસ્ત માહોલ જોવા મળી રહ્યો છે. સવારથી જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર દેશના ખૂણે-ખૂણેથી આવેલા લોકોએ સ્ટેડિયમમાં એન્ટ્રી લેવા માટે લાઈન લગાવી દીધી હતી. મોટેરા સ્ટેડિયમ સુધી પહોંચવા માટે લોકોએ મોટી સંખ્યામાં મેટ્રો ટ્રેનનો પણ ઉપયોગ કર્યો હતો. ચાહકોમાં એટલો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો કે કોઈ ત્રિરંગો લઈને તો કોઈ ટીમ ઈન્ડિયાની જર્સી પહેરીને ટીમને ચીયર-અપ કરવા માટે પહોંચ્યું હતું.
news videos|Authored byનવરંગ સેન|TimesXP GujaratiUpdated: 19 Nov 2023, 12:42 pm