2009થી અમેરિકામાં સેટલ થયેલા ભારતીય કપલનું બે બાળકો સહિત મોત
1419 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોઅમેરિકાના ન્યૂજર્સીમાં રહેતા એક ભારતીય કપલ અને તેમના બે બાળકોના રહસ્યમય સંજોગોમાં મોત થયા છે. પોલીસનું માનવું છે કે તેજ પ્રતાપ સિંહ નામના આઈટી એન્જિનિયરે પોતે આપઘાત કરતા પહેલા પત્ની અને બે બાળકોની હત્યા કરી હતી. જોકે, તેમના પરિચિતોનો દાવો છે કે તેજ પ્રતાપને જીવનમાં આર્થિક કે પછી બીજી કોઈ સમસ્યા નહોતી. આ કેસમાં મોતને ભેટેલા પરિવારના સભ્યો યુપીમાં રહે છે, અને તેમના અંતિમ સંસ્કાર ઈન્ડિયામાં કરવા માટે ચારેયના પાર્થિવ દેહ ઈન્ડિયા લાવવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.