ઈઝરાયેલ ગાઝા પટ્ટી પર જમીની આક્રમણ કરશે તો શું થશે?
1020 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોહમાસ દ્વારા 7 ઓક્ટોબરના રોજ કરવામાં આવેલા હુમલા બાદ ઈઝરાયેલે યુદ્ધ જાહેર કરી દીધું. ઈઝરાયલે ગાઝા પટ્ટી પર ભયંકર હદે હુમલાઓ કર્યા છે. પરંતુ એક પ્રશ્ન એ પણ લોકોના મનમાં થઈ રહ્યો છે કે જો ઈઝરાયેલ ગાઝા પટ્ટી પર જમીની હુમલાઓ કરશે તો શું થશે? આતંકી સંગઠન હમાસે ઈઝરાયેલ પર જે હુમલો કર્યો છે તેને જોતાં જાહેર જનતા અને ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ તેનો બદલો લેવાની માંગ કરી રહી છે. હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 1,000થી વધુ ઈઝરાયેલી નાગરિકોના મોત થયા છે. ઈઝરાયેલે તેનો જડબાતોડ જવાબ આપ્યો છે પરંતુ ગીચ વસ્તી, જટિલ અન્ડરગ્રાઉન્ડ નેટવર્ક અને ઈઝરાયેલી, અમેરિકન અને અન્ય નાગરિકોને બંધક બનાવવામાં આવ્યા હોવાથી તેમના જીવની સુરક્ષાને જોતાં ઈઝરાયેલ માટે ગાઝા પટ્ટી પર જમીની આક્રમણ વધારે મુશ્કેલ બની શકે છે.