કેટલા દેશો ભારતીયોને આપે છે વિઝા ઓન અરાઈવલ?
1024 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોભારતીય પાસપોર્ટ ધારકોને કેટલાય દેશોમાં વિઝા ઓન અરાઈવલ આપવામાં આવ્યા છે, જેના કારણે ભારતીયો વધુ ને વધુ ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશ પર ટ્રાવેલ કરી રહ્યા છે. તાજેતરમાં આવેલા હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ 2023 પ્રમાણે, ભારતીય પાસપોર્ટ વધુ શક્તિશાળી થયો છે. 2022માં આ ઈન્ડેક્સમાં ભારતીય પાસપોર્ટ 87મા નંબરે હતો અને 2023માં 7 ક્રમના સુધારા સાથે હવે 80મા સ્થાને આવી ગયો છે. જેથી ભારતીય પાસપોર્ટ ધરાવતા લોકો હવે વિઝા વિના દુનિયાના 57 દેશોમાં મુસાફરી કરી શકે છે. આ સિવાય એવા કેટલાક દેશો છે જે ભારતીયોને વિઝા એપ્લિકેશનની ઝંઝટમાંથી મુક્તિ આપીને વિઝા ઓન અરાઈવલ આપે છે.