Tap to unmute
Speed
0.5 X
0.75 X
1 X
1.25 X
1.5 X
2 X
અમેરિકા જો લાખો અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવા જાય તો તેના માટે કેટલો ખર્ચો કરવો પડે?
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરો
ડોનાલ્ડ ટ્રમ્પથી લઈને વિવેક રામાસ્વામી સહિતના અમેરિકાના પ્રમુખ બનવા થનગની રહેલા પોલિટિશિયન્સ અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સને નિશાને લઈ રહ્યા છે. જો પોતાને સત્તા મળશે તો અમેરિકામાંથી લાખો અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરી દેવાશે તેવી વાતો આ નેતાઓ કરી રહ્યા છે. એક અંદાજ અનુસાર અમેરિકામાં અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સની સંખ્યા એક કરોડથી પણ વધારે છે, અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમાંય બાઈડનના કાર્યકાળમાં રેકોર્ડ ઈમિગ્રન્ટ્સ અમેરિકામાં આવ્યા છે, ત્યારે ચૂંટણી નજીક આવતા આવા ઈમિગ્રન્ટ્સને અમેરિકાની બહાર કાઢી મૂકવાનો મુદ્દો ફરી જોર પકડી રહ્યો છે, પરંતુ સવાલ એ છે કે શું ખરેખર અમેરિકાનો કોઈપણ નેતા તમામ અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરી શકે તેમ છે, અને જો ખરેખર તેમ કરવું હોય તો તેના માટે અમેરિકાને કેટલા અબજ ડોલર ખર્ચો કરવો પડે?