US Elections: કોણ છે લેકન રાયલી? તેના મુદ્દે ટ્રમ્પ અને જો બાઈડન સામસામે
1037 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોUS પ્રેસિડેન્ટ જો બાઈડને 7 માર્ચે સ્ટેટ ઓફ ધ યુનિયન સ્પીચમાં હત્યાનો શિકાર થયેલા એક વ્યક્તિના નામનો ઉલ્લેખ કર્યો હતો. આ હત્યા અંગે કંઈક નિવેદન આપવા રિપબ્લિકન કોંગ્રેસવુમન માજુરી ટેલર ગ્રીન વારંવાર માગણી કરી રહ્યા હતા. જેથી બાઈડને ઉલ્લેખ કર્યો પરંતુ તેમાં લોચો મારી દીધો. બાઈડને 22 વર્ષીય લેકન રાયલી (Laken Riley)ના નામનું ખોટું ઉચ્ચારણ કર્યું હતું. ગત મહિને જ્યોર્જિયા સ્ટેટમાં રાયલીની હત્યા કરવામાં આવી હતી. આ કેસના શકમંદને બાઈડને વેનેઝુએલાનો અનડૉક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ ગણાવતાં 'ઈલિગલ' ઠેરવ્યો હતો. જોકે, બાદમાં બાઈડને આ શબ્દનો ઉપયોગ કરવા બદલ અફસોસ વ્યક્ત કર્યો હતો કારણકે લિબરલ્સ તેને મોટાભાગે નેગેટિવ શબ્દ તરીકે જુએ છે.