પત્ની ફ્રેંડ સાથે હોટેલમાં હતી અને ત્યાં જ પતિની એન્ટ્રી થતાં થઈ ગઈ જોરદાર બબાલ
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરો
મિત્ર સાથે હોટેલમાં ગયેલી અમદાવાદની પરિણિત યુવતી હોટેલના ધાબા પરથી પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાના એક ચોંકાવનારા મામલામાં હવે નવો વળાંક આવ્યો છે. અમદાવાદના વેજલપુરમાં રહેતી અને વ્યવસાયે ડોક્ટર એવી જસ્મિન નામની યુવતી અને તેનો મિત્ર હરેશ ૧૦ જાન્યુઆરીના રોજ સાયન્સ સિટી રોડ પર આવેલી હોટેલ રોયલ બ્લૂમાં બપોરે ચારેક વાગ્યે એક રૂમમાં સાથે હતા. આ દરમિયાન હોટેલના રિસેપ્શન પરથી તેમના પર એવો ફોન આવ્યો હતો કે હરેશ બાબતે કોઈ ઈન્કવાયરી કરી રહ્યું છે. જેથી જસ્મિન અને હરેશ પોતાના રૂમમાંથી નીકળીને સીધા જ ત્રીજા માળે આવેલા ધાબા પર જતા રહ્યા હતા. જોકે, તે જ વખતે જસ્મિનનો પતિ દિલીપ, નણંદ વર્ષા તેમજ જસ્મિનના મિત્ર હરેશની પત્ની મીતા પણ તેમનો પીછો કરતાં ધાબે આવી ગયા હતા, અને તેમણે જસ્મિન પર હુમલો કર્યો હતો.