ઉનાળામાં પરિવાર સાથે ધરતીના સ્વર્ગ કાશ્મીરની મુલાકાત લેવી છે? IRCTC લાવ્યું બજેટ ફ્રેન્ડલી ટૂર પેકેજ
ઉનાળામાં ખાસ કરીને ગુજરાતમાં કાળઝાળ ગરમી પડતી હોય છે અને જો તમે તેનાથી બચીને કોઈ ઠંડા પ્રદેશમાં જવા માગતા હો તો ભારતીય રેલવેનું કાશ્મીર ટૂર પેકેજ તમારા માટે બેસ્ટ છે. IRCTC છ દિવસનું આકર્ષકર કાશ્મીર ટૂર પેકેજ લઈને આવ્યું છે, જેમાં ભોજન, રહેવાની વ્યવસ્થા તેમજ હવાઈ ભાડું સહિતના મુસાફરી ખર્ચ સામેલ છે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC), જે ભારતીય રેલવેનું એક વિભાગ છે, તે કાશ્મીર ટૂર પેકેજને જન્નત-એ-કાશ્મીર નામથી લોન્ચ કરી રહ્યું છે, જેની શરૂઆત 9 એપ્રિલથી શરૂ થશે.
Curated byશિવાની જોષી|TimesXP Gujarati|6 Apr 2023