પ્રેમીથી દૂર ઉભી હતી સુઝેન, એકતા કપૂર હાથ ખેંચી નજીક લઈ આવી
રિતિક રોશનની એક્સ વાઈફ સુઝેન ખાન હવે પોતાના પ્રેમી અરસલન ગોની સાથે અવારનવાર જાહેરમાં જોવા મળી રહી છે. ડિવોર્સના વર્ષો બાદ હવે રિતિક રોષન પણ એક એક્ટ્રેસના પ્રેમમાં છે ત્યારે સુઝેન પણ પોતાનાથી ઉંમરમાં આઠેક વર્ષ નાના અરસલન ગોનીને ડેટ કરી રહી છે. હાલમાં જ આ કપલ એક ફિલ્મના પ્રિમિયરમાં પહોંચ્યું હતું, જ્યાં એકતા કપૂર પણ હાજર હતી. એકતા કપૂર અરસલન અને સુઝેન સાથે ફોટા પડાવી રહી હતી ત્યારે પહેલા તો સુઝેન થોડી દૂર ઉભી હતી, એકતાએ તેને ઈશારો કર્યો ત્યારબાદ પણ તે નજીક ના આવતા એકતાએ તેનો હાથ ખેંચી લીધો હતો. આ દ્રશ્ય જોઈ ત્યાં હાજર સૌ કોઈ લોકો હસી પડ્યા હતા.
TimesXP Gujarati|15 Mar 2023